જાતમાં તારી તું શ્રદ્ધા રાખજે,
કોઈપણ દી ના તું બાધા રાખજે.
જિંદગી તો સુખ ને દુઃખનું નામ છે,
કાંઇપણ થઇ જાય આશા રાખજે.
જગમાં પ્રસરી જાય અંધારું ભલે,
તારી ભીતરમાં તું આભા રાખજે.
પીઠ પાછળ બોલતા રહેશે ઘણાં,
ચિંતા છોડી ખુદમાં શાતા રાખજે.
સાદી રીતે જીવજે આ જિંદગી,
તું કદી ના ખુદમાં આપા રાખજે.
કર્મ દિલથી કરતો રહેજે તું અહીં,
કોઇ દી ફળની ના આશા રાખજે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
No comments:
Post a Comment