ખૂલેલી આંખ છે સાધો!
આ સઘળું રાખ છે સાધો!
ઊડી જાશે જ ઝાકળ થઇ!
સમયને પાંખ છે સાધો!
તપાસી જો તું શ્વાસોને!
ત્યાં રસ્તા લાખ છે સાધો!
અને જ્યાં હોય મધપુડો!
ત્યાં સઘળે માખ છે સાધો!
સજીવન માછલા કરજો!
થયેલા ખાખ છે સાધો!
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment