થાકી ને હારી, બેઠું કબૂતર
ઝંખના મારી, બેઠું કબૂતર
હૂંફ, અજવાશ જ્યાંથી મળ્યા, એ
આગને ઠારી, બેઠું કબૂતર
ચેતના વિસ્તરી બંધ આંખે
આભને ધારી, બેઠું કબૂતર
ઝાડ પર સૂર્યની ફૂંટતી કૂંપળ
લઈ હ્રદય બારી, બેઠું કબૂતર
ઘૂઘવે રાત દી' પ્રેમના ગીત
થઈને અલગારી, બેઠું કબૂતર
કિરણ 'રોશન'
No comments:
Post a Comment