શું કરું ?
પ્રીત બંધન છે , ખોળી શું કરું ?
સારા સંબંધ છે, તોડી શું કરું ?
શી ખબર કયારે શું થશે અહીં,
શબ્દ અનહદનો ફોડી શું કરું ?
મને પીડે છે , સૌ સાથે મળીને,
માર્ગ દલદલનો , દોડી શું કરું ?
મોતને શરણે જવામાં મજા છે,
મંદિરે જઈ ,હાથ જોડી શું કરું ?
એ જ તબલાં -ઢોલક-એ જ નાદ,
'કાન્ત' ખુદ રડે, તોડી શું કરું ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
(મક્તાના શેરમાં વપરાયેલ શબ્દ
'તોડી' એક રાગનું નામ છે.જે
કરુણ રાગ છે.)
No comments:
Post a Comment