કાચ જેવી રાખજો સૂથરી બજાર.
થૈ જશે નહિતર ભલા સૂગરી બજાર.
કૈ રીતે હું તાગ તારો લઇ શકું ?
તું અસીમ અર્થાત તું જબરી બજાર.
સ્વર્ગને પણ હું ભૂલાવી દઉં પ્રિયે,
કોક દી તો આવ તું ગુજરી બજાર.
હોવ છું ભરચક હું તારી યાદમાં
તું મને કહ્યા કરે નવરી બજાર.
ઝીણવટથી જો, નીકળશે ત્યાં જ હલ
એટલી કૈ એ નથી અઘરી બજાર.
હાજરી તારી ન હો એવે સમય
સાવ સૂની લાગતી નકરી બજાર.
બોર ચાખી રામ નીકળ્યા ભલે,
નામ તેને દઇશ હું શબરી બજાર.
જ્યાં તને દેખાય છે કેવળ ખટાશ.
ત્યાં મને દેખાય છે મિસરી બજાર.
--- ધર્મેશ ઉનાગર
Friday, 9 September 2016
ગઝલ
Labels:
ધર્મેશ ઉનાગર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment