વાત સાચી કે ગગનમાં વાદળાં પૂરતાં નથી;
દોસ્ત, તારા શહેરમાં પણ ઝાડવાં પૂરતાં નથી.
હું હજી થાક્યો નથી એનું ય કારણ તું જ છે;
તે બનાવેલા આ રણમાં ઝાંઝવા પૂરતાં નથી.
દોસ્ત, પાછી મોકલું છું હું તને દિલગીર થઈ;
તે લખેલી વારતામાં કાગડા પૂરતાં નથી.
ઝૂરતો રે' છે બૂઢાપો એ જ કારણ ઘર મહીં;
શ્હેર મધ્યેના બગીચે બાંકડા પૂરતાં નથી.
આટલા યુગો પછી પણ પીડ એની એ જ છે;
જોઇ લે, આ હાથમાં પણ આંગળાં પૂરતાં નથી.
-'જિત' ઠાડચકર
No comments:
Post a Comment