કાળાભમ્મર પડદા પાછળ સંતાયો છે;
તું ભાળે છે એ તો કેવળ પડછાયો છે !
ચહેરો તારો આવીને જ્યાં અથડાયો છે;
ભ્રમણા નામે એક અરીસો તરડાયો છે.
સૌથી પહેલા ખુદની ઉલટતપાસ કરવી.
કોનાથી આ નિયમ અહીંયા જળવાયો છે ?
ચાલો કરીએ ટૂકડા ટૂકડા, વહેંચી લઇએ;
આખ્ખેઆખ્ખો માણસ કોને સમજાયો છે ?
લોકોએ ત્યાં સાઈનબૉર્ડ મૂકી દીધું છે;
તારો મારો રસ્તો જ્યાંથી ફંટાયો છે.
-'જિત' ઠાડચકર
No comments:
Post a Comment