નભના સિતારાનું જ વિસર્જન છે ઝૂલ્ફમાં,
તેથી ધરા ય આખી આ રોશન છે ઝૂલ્ફમાં.
વિખરાઈ અંધકાર પૂનમ જાણે થઈ જતે,
સારું થયું કે કૈંક તો બંધન છે ઝૂલ્ફમાં !!
સમજી રહ્યા છે જેને સિતારા જે આજકાલ,
એ તો ઝળકતું મારું જો રૂદન છે ઝૂલ્ફમાં.
એની સજા છે એથી ગઝલ મેં રચી લીધી,
વાંચી શકો તો વાંચો જે વાંચન છે ઝૂલ્ફમાં.
'પ્રત્યક્ષ' ભિન્ન ભિન્ન રૂપો છે સનમ મહીં,
ક્યારેક દોસ્ત, કો'ક દી' દુલ્હન છે ઝૂલ્ફમાં.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment