Saturday 10 September 2016

અછાંદસ

આપી દે મને એ ચોમાસું

જણાવી દે એ દિવસ મને તું
જ્યારે મારુ દિલ ચોયૅુ હતું તે,
નહી તો આપી દે મને એ
ચોમાસું જે તારી નજરથી
માણ્યુ હતું મે !

પહેલી નજરે રક્ત વસ્ત્રોમાં જોઈ
તને મારું ચોમાસું હરિયાળુ કયૅુ તે,
આજ તું અને તારી નજર મળતી નથી ને
આ ચોમાસું મારુ ગમગીન
બનતુ જાય છે
તેથી જ કહું છું આપી દે મને એ પ્રેમાળ ચોમાસું તું !

એજ વાદળ છે ને એજ ધરતી પણ તારી લાગણીમાં બદલાવ નથી,
આજ વરસાદ પડતો નથી તારી લાગણીઓ વરસતી નથી.

આ "વિશ" તુજને "મૈત્રી" નો
ઈકરાર પણ ના કરી શક્યો,
એ જુના ચોમાસા મા !
તેથી જ કહું છું આપી દે મને
એ પ્રેમાળ ચોમાસું તું !

- "વિશ"
-વિશાલ રાઠોડ

No comments:

Post a Comment