એક ઈચ્છા ચોકલેટી છે હજી,
એનાં ઘરમાં પાનપેટી છે હજી !
એ મને હમણાં જ ભેટી છે હજી,
છે નજીક ને તો ય છેટી છે હજી !
એક્ બીજા પર લોક કાદવ ફેંકતા,
ગામમાં જાણે ધૂળેટી છે હજી !
જળ પહેરી મત્સ્ય કરતાં જળક્રિડા,
ને તમે ચાદર લપેટી છે હજી !
ને તમે ગંજીપો લીધો હાથમાં,
એક બાજી મેં સમેટી છે હજી !
જીવ. જાગે છે ને જીવાડે ય છે,
જાત બિસ્તરમાં જ લેટી છે હજી !
- ભરત વિંઝુડા
No comments:
Post a Comment