Friday 30 September 2016

ગઝલ

'ટળવળે છે' (ગઝલ )

નદી આવતાં વેંત પાછી વળે છે,
અને એક દરિયો હજી ખળભળે છે!*

જરા મારી સાથે તું બોલી અને ત્યાં,
હ્રદય  કોઈનું  લાગે છે  કે  બળે છે !

બધાંનું તું બસ, કામ કરતો રહે છે,
ખબર નહિ, તને એમાં તો શું મળે છે!

તું  આ સાંજનો ફોટો લે છે ને ત્યાં તો,
નવા રંગ જન્મે લો, બીજી પળે છે!

ઘણાંને મળે પ્રેમ માંગ્યા વગર ને
ઘણાં પ્રેમ માટે અહીં ટળવળે  છે!

જરા ઠેસ વાગે, પછી સમજે છે સૌ,
અહમ તો ક્યાં એમ જ કદી ઓગળે છે !  

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment