કાનમાં તારાં કહેવાને વધેલી હામ છે,
એક સુખનાં સ્પર્શની ઇચ્છા જ ખુલ્લેઆમ છે.
આમ અઢળક કલ્પનાં ને પાંખ સ્ફૂરે છે હવે,
તોય લાગે છે હજી આ જિંદગી બેનામ છે.
આપણો સોદો ભલે નાં હોય કોઈ પ્યારનો,
એક પળ વીતાવ મારી પાસ મોંઘો દામ છે.
હા કબૂલી છે નરી ભૂલો, ગુનેગારી કરી,
એ જ વાતે નામ મારું લોકમાં બદનામ છે.
છે ઘણાં પ્રસંગનાં તાજાં જ અંજામો ખરું,
એક બારી ઊઘડે તો , ખીલતો આરામ છે.
હોય છે સુખ-દુઃખ કવનમાં એ તહેવારો સમું,
ઊજવું છું , જિંદગીનો એ સુગંધી જામ છે.
છે અધીરી આજ 'જ્ન્નત' પામવા સઘળું ભલે,
કે હવે સમજાય છે, બસ એક તારું કામ છે.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment