અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહેકે ટહુકે પીગળ્યાં.
લીલાંસૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈ ને ટહુક્યાં !
અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં.
No comments:
Post a Comment