પતંગિયું ફૂલરૂપ
ડૉ. ભાવેશ જેતપરિયા
ઉછળક કૂદક કરતું
મન જેવું પતંગિયું
ચાલ્યું જાય દશ દિશાની બ્હાર
ચૌદ પગલાં ભરવાં
વનવન કુંજોમાં
ઉડતું ઉડતું બેસી ગયું
રમતાં રમતાં ગમતાં ફૂલ પર
આંખની બારી ખોલી
ચપટીક કિરણોની ડાળે
લગરીક ઝાકળની જંજાળે
ચપટીક રજકણની પાળે
થોડાક પરિમલના પમરાટે
અઢળક અવકાશી પથરાટે
રંગરંગની શોબત
રસબસની લત ઘટમટ
મૂંગું મંતર બોલે
અંતે ફૂલ પર બેસી ગયું
થોડું મનોમન ગાઈને
ચપટીક વાયને
પાંખ ફેલાવી ફફડાવીને પછી
સ્થિર થઈ ગયું
નિરાંત લઈને
ન સાંધો ન રેણ
હીંચે વાયુના હલેસે
મનમસ્ત બનીને
અસલ રુપાયન બનીને
સાવ લગોલગને છલોછલ
ડૂબ્યું જળબંબોળ જળબંબોળ
ઉપર થીજી ગયું આભ
સૂરજ સમેત.....!
No comments:
Post a Comment