સાંજ પડી આંગણમાં રે આ ...
અનરાધારે જેમ ધધખતો તાપ પડે છે રણમાં...
ગોખ દિવાના અજવાળાને પાંખ નથી કે ઉડે,
જરાતરા લંબાવું એનું એકલતામાં બૂડે,
કોઈ આવતું એમ આવતા આંસુઓ પાપણમાં,
અજવાળાનાં સાત પગથિયાં રોજ ચડી શમણાંમાં,
લપસેલી બે આંખોનો ઉઘાડ થતો હમણાંમાં,
કોણ હંસને કહે ફટકિયા આ મોતીને ચણમાં....
રમેશ પારેખ
No comments:
Post a Comment