Wednesday, 30 November 2016

गीत

ગઝલ
હાંફી ગયા નો થાક માથે ગિરનારી
ચોફેર લીલું ઘાસ માથે ગિરનારી
ફુકો ચલમ ખોલો ભરમ બમબોલે બમ
ચાલે નિરંતર નાદ માથે ગિરનારી
સાધો પરમ કાપો કરમ ૐ નમો  ૐ
નરસિંહની કરતાલ માથે ગિરનારી
આઠે પ્રહર લોબાન ગોરખનાથ જગે 
આબોહવા છે શ્વાસ માથે ગિરનારી
યુગો વિત્યા પણ છે સતત એજ નિરંતર
ચાલ્યા કરે પદચાપ માથે ગિરનારી
દરકાર મારી એ કરે પગલે પગલે
પર્વત સરીખો બાપ માથે ગિરનારી
પાઠક બ્રિજ

No comments:

Post a Comment