જિંદગીની રમતમાં
એક બાજી ખોટી પડી,
મારા આ અભાગ્યા હાથે
એક કરુણ કથા સરી પડી,
લાગણીઓ લોહી લુંહાણ,
કણસતિ, ટળવળતી.
ને મારા શબ્દો
ખૂનથી લથપથ ;
હું ખૂની!
નયનોનાં ગુન્હાની સજા,
બેગુન્હા દિલે છે ભોગવી.
પ્રણયનાં વસંતમાં કાવ્ય બની વહેતા મારા શબ્દોએ
અરે.. રે... આ કેવું રૂપ દીધું,
દિલમાં વસેલી તું જીવ જેવી હતી,
એજ દિલ પળમાં તોડી દીધું,
દુનિયાના આ રશમ, રિવાજો સામે ઝુક્યો,
શબ્દોનાં બાણથી દિલ તારું કોરી દીધું.
આંખ સામે તરવરે આપણો પ્રેમ હજુ,
મેં મારા દિલને કચડી દીધું,
માફ કરજે કહેવું હવે અર્થહીન છે,
ના કહેવાનું મેં કહી દીધું.
પ્રીત કાવ્ય અધુરું છોડી દીધું.
- સંદીપ ભાટીયા
No comments:
Post a Comment