તારી આંખો ઝાકળ ઝાકળ
મારી આંખો વાદળ વાદળ
તું સુરજ થઇ ઢળતી સાંજે
મારી આંખો કાજળ કાજળ
અવતરતી તું શબ્દો થઈને
મારી આંખો કાગળ કાગળ
એણે ગંગા વ્હેતી મુકી
મારી આંખો આગળ આગળ
ભાગીને તું ક્યાં ક્યાં જાશે
મારી આંખો સાંકળ સાકળ
રાધા શોધે વન વન જેને
મારી આંખો શામળ શામળ
કોણે છાતી ચીરી નાખી
મારી આંખો પાછળ પાછળ...
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment