સફર
આજ હું જ..
મારામાં દૂર દૂર સુધી પસાર થઈ..
અને વિચારું હું ક્યાં?
મારું અસ્તિત્વ ક્યાં?
ન સંધાય એવાં તોય,
માંડ માંડ ટેભા લઈ,
જિંદગીને સીવી છે.
ઘા-દર્દો નાં તાજા
ઉઝરડા ના દેખાય માટે,
બાર-બાર મહિના ચોમાસું પાળ્યુ છે.
અનેક આંધી પસાર થઈ,
પણ..
તૂટેલા ઘર ને વધું કોણ તોડી શકે !!!!
એ ઓટલો
જ્યાં હદય સમ મિત્રોની ઠેકડી થતી હોય
એ સુમસામ.
આંખો માંથી દડ દડ
વહેતાં અશ્રુઓ જાણે
પાનખર પર ઉતરી આવેલું ઝાકળ ભાસતું.
શું આ મારી જિંદગી?
નથી કોઈ આશ દેખાતી,
દિશાઓ સઘળી મૃગજળ ભાસતી.
હદયનાં હરેક નાકે
દર્દોનું ટોળું કીકીયારુ પાડે.
અનંત ક્ષિતીજ લગી
બસ ચોતરફ અંધકાર છે.
નથી કોઈ પ્રિયજનની ચાહ,
તું જ કહે કોની જોઉં રાહ?
બહુ દૂર દૂર પહોંચી ગઈ છું,
પાછું વળવુ છે,
પણ એકલાં નહીં,
શું તું મને આજ મારામાં 'જ્ન્નત' ની સફર કરાવીશ?
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment