હું કયાં કહું છું,તું મારી કસોટી ના કર.
પણ મને માપવાની જીદ ખોટી ના કર.
પ્રેમ તો છે મળેલી, બક્ષિસ ખુદાની.
મહેંકી ઊઠે છે, જાણે હોય ફૂલદાની.
તું એને માપવાની ભૂલ મોટી ના કર.
હું કયાં કહું છું,તું મારી કસોટી ના કર.
હોતો નથી બધાના નસીબમાં પ્રેમ.
પ્રેમ વિના જગતમાં જીવવું તે કેમ?
પ્રેમને ભૂલવાની ભૂલ મોટી ના કર.
હું ક્યાં કહી છું, તું મારી કસોટી ના કર.
હું કયાં કહું છું,તું મારી કસોટી ના કર.
પણ મને માપવાની જીદ ખોટી ના કર.
................ઘનશ્યામ ચૌહાણ 'શ્યામ'
No comments:
Post a Comment