એ તો હું છું...
કયાંકથી કોઈક તો મને શોધશે !
દીવાલ ઉપર થીજી ગયેલા સુરજકિરણના લીસોટામાં ,
હિમશીલાની જેમ ઠરીગયેલા,ઉગમતા આથમતા ઉમંગોના દરિયામાં
ઈચ્છાનાં ઓલવાતા દીવાની સંકોરાયેલી વાટમાં ,
વિખેરાઈ ગયેલી વેણીનાં વેરાતા ફૂલમાં
ખોવાઈ ગયેલી વાણીના વાચાળ કુવામાં
સ્પર્શનું ભાન ખોઈ બેઠેલાં આંગળીના ટેરવામાં ,
જ્યાં જ્યાં મેં દુઃખ વેર્યું છે ત્યાં ત્યાં ....
હું ઉભો હતો ! તારી રાહમાં ....
હું બેઠો હતો ! તારી ચાહમાં ...
પણ ! તુ તો નાં આવ્યો !...સુખની ભ્રામક દુનિયામાં ...
તુ મને નાં કળી શક્યો ....
અને ! આપણા પંથ ફંટાઈ ગયા .....
અસ્મિતા
No comments:
Post a Comment