વેંત જેવી વાતમાં પર્વત થવાનું
પાલવે નહિ આમ આ બળકટ થવાનું
હસ્તરેખાનું વધીને બહાર જાવું
મારા નામે કૈંક તો તરકટ થવાનું
તારા ભાલે ચાંદલાનો યોગ છે ને?
મારી તો તકદીર છે અક્ષત થવાનું
ટેકરી પર ડર રહે ગબડી જવાનો
સાવ સહેલું તો નથી ઇશ્વર થવાનું
ભીતરે પીંછા સમું લિસ્સું શિવમ,ને-
પાંગરે છે ગાલ પર બરછટ થવાનું
-શિવમ રાજપુત
No comments:
Post a Comment