Wednesday, 30 November 2016

गझल

ગઝલ :- અમે ન્યાલ થઇ ગયા.
-------------------------------------------
એણે કર્યા બદનામ,અમે ન્યાલ થઇ ગયા.
એ લોક ને પ્રણામ ,અમે ન્યાલ થઇ ગયા.

કાલ તો ઘણી જ નિરાશા હતી ભલા,
છોડી એ તમામ અમે ન્યાલ થઇ ગયા.

સારું થયું કે જીવ પણ માંગી લીધો તમે,
ચુકવી તમારું દામ અમે ન્યાલ થઇ ગયા.

છેલ્લે ભલાં નજર જરા, નાંખી જતાં જતાં,
આપી ને રામ રામ અમે ન્યાલ થઇ ગયા.

કૈં કેટલા જવાબ અહીં આપવા તને,
બસ બોલવું હરામ, અમે ન્યાલ થઇ ગયાં.

આ પ્રેમની અસર છે કે જોઇ તને બધે,
ચર્ચાય મારું નામ, અમે ન્યાલ થઇ ગયા
              -- દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment