.
થોડું મને રમવાં મળે,
થોડું મને જમવાં મળે઼
કરવી નથી ચિંતા પછી,
કારણ વગર ભમવાં મળે.
જો સ્વાદ ચાખો હારનો,
તો સફળતા ચુમવાં મળે.
નફરત ભરી જેનાં દિલે,
એવાં દિલે ગમવાં મળે.
એથી બનું હું ચાકડો,
જો સ્પર્શથી ઘુમવાં મળે.
મસ્તક નહીં બીજે જુકે,
માઁ ના ચરણ નમવાં મળે.
હું ઝામ ગમનો પી ગયો,
જીવન હવે ઝૂમવાં મળે.
અલગોતર રતન ' નિરાશ'
No comments:
Post a Comment