છોડીને દોડધામ અમે ન્યાલ થઈ ગયા,
શોધીને એક મુકામ અમે ન્યાલ થઈ ગયા.
કવિ શ્રી અદમ ટંકારી.
-------------------------------------------------
સોપી તમામ શામ અમે ન્યાલ થઈ ગયા,
લઇ ને તમારુ નામ અમે ન્યાલ થઈ ગયા.
તલવારની જરૂર કદાચિત હતી જ નૈ,
નજરું કરે સલામ અમે ન્યાલ થઈ ગયા.
એ ઝુલ્ફથી થયો હુ દિવાનો જરાજરા,
આંખો થઈ ગુલામ અમે ન્યાલ થઈ ગયા.
માંગ્યો હતો રુમાલ,ભરમ થયો મને,
વાંચી અમારુ નામ અમે ન્યાલ થઈ ગયા.
આપ્યા સનમ તમે અમને વાયદા ઘણાં,
લૂંટી જ ગઇ તમામ અમે ન્યાલ થઈ ગયા.
ભગવાનની અપાર મને તો દયા મળી,
શરણું તમારુ ધામ અમે ન્યાલ થઈ ગયા.
કર્યું ભલું બધું જ અહિંયા નકામુ ગ્યું,
છોડી તમામ કામ અમે ન્યાલ થઈ ગયા.
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment