ગઝલ -કિરીટ ગોસ્વામી
બધું મિથ્યા ગણી બેઠો , હવે જે થાય તે સાચું ;
જગતને અવગણી બેઠો, હવે જે થાય તે સાચું !
ગયો બારાક્ષરીની બ્હાર એને શોધવા કાજે :
નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય તે સાચું!
વિચારોનાનગરમાં નીકળ્યો'તો ટ્હેલવા ખાતર
અજબ મહેલો ચણી બેઠો, હવે જે થાય તે સાચું!
પ્રથમ જે નામ લીધું 'તું અમસ્તું ને અનાયાસે;
પછી શ્ર્વાસે વણી બેઠો, હવે જે થાય તે સાચું !
પરીક્ષા આકરી આપી રહ્યો છું એ જ શ્રધ્ધાથી :
હશે સામે ધણી બેઠો : હવે જે થાય તે સાચું !
No comments:
Post a Comment