Tuesday, 1 November 2016

ગઝલ

દિલમા કોઈ પીર રાખ્યાં છે,
ખુદને એવા અમીર રાખ્યાં છે,

દરિયાને આશ છે નદી ભળશે
હર વળાંકોને સ્થિર રાખ્યા છે

રાત આવે લઈ સ્વપ્ન તારાં,
ભાવ તારા લગીર રાખ્યા છે

થાય જો તું પ્રત્યક્ષ મુજને તો,
રાહનાં એ ખમીર રાખ્યાં છે,

શબ્દનું ભાથું ખભા ઉપર લઈને
કાવ્ય ગઝલોના તીર રાખ્યા છે

છે 'અકલ્પિત' હવે સૂફી તારો,
શબ્દમાં મે કબીર રાખ્યાં છે.

*-  'અકલ્પિત'*

No comments:

Post a Comment