નવપલ્લવિત એક છોડ
ખૂબ લહેરાતો,
હવાની લહેરખી સાથે,
સંગીતની સૂરાવલી સાથે....
ડોલતો. ઝુમતો, મોટો થયો
અચાનક....
મુરઝાઇ ગયો..
ફુલ, પાન. ખરી ગયા.
ડાળીઓ વેરાન.. સાવ લાકડી...
પણ યે ઝાડ ઉભુ હતુ.
જીવતું....ફક્ત ....લાકડાં નો થાંભલો..
એક દિવસ.. એક કઠિયારો...પંખીના સ્વાંગમાં..
ઝાડને ચુંમ્યુ...
અને
અનેક પાન ઊગી નીકળ્યા...
અને એનો વૈભવ...
રસથાળ. .ભરાઈ ગયો..
એ ઝાડ ..ફરી છોડ બની ગયું
ઝુમવા. લેહરાવા લાગ્યું..
એક સવારે...
એ કઠિયારો.....
એનાં ફુલ પાન. ડાળી બધું જ ....
કાપીને જતો રહ્યો...
ઝાડને લીલું રંગીને.....
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment