જો! કિનારાઓ કિનારાને જકડવા ટળવળે.
માછલીઓ થઇ અદેખી ઝેર જેવી સળવળે.
છે સરસ મીજાજ મોજાનો હવે થાશે મિલન,
સાગરોનાં પેટમાં છૂપી નિરાશા ખળભળે.
જૂનું બેઠું નાવડું નાચી ઉઠ્યું વરસો પછી,
કરચલાની આંખમાં ખોરાક તાજો ઝળહળે.
કાચબા ઘૂમ્યા બનીને જાણ ભેદુ બે તરફ,
છીપલાં મોં ખોલતા ઊંડાણમાં જઇ તળવળે.
ત્યાં ઉભી હું માણતી હોઠે હસી લાવે રમત,
એક કીડો દાંત કાઢી પગ તળે જો ચળચળે.
-શીતલ ગઢવી"શગ"
ખૂબ સરસ 👏👏
ReplyDelete