Friday, 2 December 2016

गझल

અદેખી,અજાણી જ ઝાલી હવાઓ.
ઉડ્યો ખેસ ત્યાં કોઈ મ્હાલી હવાઓ.

ફલાંગો ભરીને નદીઓ પહોંચી,
રિસાઈ હવે આજ વ્હાલી હવાઓ.

પતંગા લઈ નીકળ્યા આગ આજે,
જલન દૈ હવે દૂર ચાલી હવાઓ.

ખિલેલાં ફૂલોમાં છવાઈ ઉદાસી,
નથી આપતી હાથતાલી હવાઓ.

સભાઓ ભરાઈ મળ્યા ત્યાં કવિઓ,
સજાવી વગર હેત ખાલી હવાઓ.

-શીતલ ગઢવી"શગ"

1 comment: