સતત એમ લાગે હદય એટ્લે શુ?
વલોપાત કે ઘાત ઉભય એટ્લે શું?
લીધી એમણે એક આખી પરીક્ષા
પછી કેમ લાગે કે ભય એટ્લે શું?
હતો પ્રેમ તો એ ગઈ કેમ ત્યાગી
ને લોકો પૂછે કે' પ્રણય એટ્લે શું?
કે જીવતર તો આખુંય જીવાયું જખ્મી,
ને શંકા કૂશંકા વલય એટ્લે શુ?
હતોત્સાહે તો હવે હદ વટાવી
જીવન શૂન્ય છે તો પ્ર-લય એટ્લે શું?
એ અભિસારીકા જેમ નીકળે છે ત્યારે
લાગે વૃદ્ધજનને કે વય એટ્લે શું?
એણે પ્રતીક્ષા કરી રાત આખી,
ઘટાટોપ ઘટના ને ક્ષય એટ્લે શું?
વિનુ બામણીયા "અતીત"ગોધરા.
No comments:
Post a Comment