Friday, 2 December 2016

ગઝલ

શકે છે....

બે ઘર વચ્ચે પણ ભીંત બની શકે છે,
માપ નથી કોણ કેટલું બદલાઇ શકે છે?

વર્ષોથી અબોલા ભલે લીધા હોય,
ધારોતો આંખોથી વયવહાર થઇ શકે છે.
દુઆઅો માંગી મારા મુત્યુની જેમને,
કબર પર બે ફુલ અે પણ મૂકી શકે છે.

આપણી વચ્ચે  અંતર ભલેને હોય,
કેમ છો? કહોને અે ઘટી પણ શકે છે.

દાદાગીરી પણ કેવી છે ગઝલની,
સવાર ,બપોર,સાંજ ઇચ્છે અેમ આવી શકે છે.

           પિયુષ મકવાણા 'મધુકર'

No comments:

Post a Comment