આજ દુઃખનાં ડુંગરો ખડકાય છે.
જોઇ માતમ બેવફા હરખાય છે.
લાગણી મારી સદાયે નિતરતી,
કેમ મારા આંસુઓ સૂકાય છે?
વાત સાચી એમને કીધી પછી,
જિંદગીમાં ના થવાનું યે થાય છે.
વાયદાઓ તોડી નાખ્યા હાથથી,
તોય ના જાલીમ એ શરમાય છે.
કેમ વચનો આ ભવોભવનાં નથી?
કે અચાનક હાથ છોડી જાય છે.
વાહ વાહી તે કરે છે પારકી,
ક્યાં હવે મારી ગઝલ વંચાય છે?
આવશે 'આભાસ' પાછો મોત થી,
ઓ ખુદા તારા વગર જીવાય છે!
-આભાસ
No comments:
Post a Comment