Friday, 2 December 2016

ગઝલ

તુ સમણું બનીને રહે છે,
ને નીશા બનીને ગમે છે.

તુ ઝરણું બની અમ નયનનું,
નયનભ્રમ થૈ ને વસે છે.

તે મૃગજળ નથી મારા મનનું!,
સમંદર  બનીને વહે છે.

હુ ઘનશ્યામ રાધાનો છું,પણ
તે મીરાં બનીને મળે છે.

તુ આગળ હુ પાછળ ભટકતો,
સમય આમ વેરણ ફરે છે.

હૃદયથી નથી વેગળો તો,
કલેજે ઝખમ કાં સહે છે,

'કસક' યાતના હોય સમણે,
મિચેલા નયન શા મરે છે?
     -સંદિપ પટેલ"કસક"
(1 2 2 /1 2 2/1 2 2)

No comments:

Post a Comment