Friday, 2 December 2016

गझल


નહિ બોલવું એટલે શું સમજવું ?
હશે હોઠ પર એમને કઈ અરજવું ?

તને લાગણીનું ગણિત ક્યાં ખબર છે?
વગર દાખલાએ બધુયે નીપજવું!

હજી ઉબરા પર દીવો એ કરે છે,
અને હું હવા થઇ સતત એને પજવું.

હૃદયના કરું ટૂકડે ટૂકડા પણ
પ્રણયની પ્રથા એ પુરાણી કેમ ભજવું?

કે મારું ગજું ખુબ ટૂંકું પડે છે
હવે માપનું ક્યાંથી હું લાવું ગજવું?
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment