સોદાગરો થયા છે, ભેગા ફરી બજારે,
બોલાવશે હરાજી, મારી ભરી બજારે.
આંખો નચાવતાંતા છોડી શરમ કરમ કૈં,
ઘેઘૂર માંગણીઓ શાને કરી બજારે.
પથ્થર ભરેલ ગોફણ સંગાથ લોક સામે,
ધ્રૂજેલ લાગણીઓ જો કરગરી બજારે.
સોપાનમાં ચરણ છોલાયા વધી કપાસી,
લો રક્ત ધાર પાનીમાં થી સરી બજારે.
થોડાક માણસોને જાણી શકે 'કજલ' શું?
ગુંથે નવા કફનમાં થોડી જરી બજારે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment