Tuesday, 27 December 2016

ગઝલ

આંખની આ નિંદ સાથે રોજ રકજક છે હવે.
સ્વપ્ન રસ્તે પણ મળે જો કેવા કંટક છે હવે.

સાચવીને યાદ રાખું આ હૃદયમાં ક્યાં સુધી,
આ વિરહ તારો મને આવે ક્યાં માફક છે હવે ?

એક મઝધારે તર્યા તો ક્યાંક    ડૂબ્યા'તા અમે,
જિંદગીની નાવના કેવા  આ નાટક છે હવે ?

છળ, કપટ ને છેતરામણની હજી ફાવટ નથી,
લાગણીઓ તો તમારી સાવ ઘાતક  છે હવે.

આ જખમ તારા ઇલાઝે આમ રૂઝાશે નહીં,
દર્દનો કાયમ અમારો  તું જ 'સર્જક' છે હવે.

-ગૌતમ પરમાર "સર્જક"

-( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )-

No comments:

Post a Comment