મરણની પથારી બનાવી રહ્યો છું
હુ મારી કબર ને સજાવી રહ્યો છું,
કબર મા સમાવું આ કાયા પહેલા
હુ મારામા ઈશને સમાવી રહ્યો છું,
હુ હાર્યો છું આ પ્રેમ મા એવી રીતે
કહાની ગઝલ મા બતાવી રહ્યો છું
પ્રણય માં મરણની નજીક હું રહી ને
નજર થી નજરને મિલાવી રહ્યો છું
મને ક્યાં છે સાથી સહારો હવેતો
હુ મારી નનામી ઉઠાવી રહ્યો છું
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment