Wednesday, 28 December 2016

ગઝલ

ગાગાલગાની વાત છે
〰〰〰〰〰〰〰
ના તો વફાની વાત છે,ના તો જ્ફાની વાત છે.
કહેવા જ દો,કહેવું જ છે,એનાં દગાની વાત છે.
આંસુ તમારા સાચવો,આ તો હજી આરંભ છે;
આ તો કથા તો છે નહીં,આ તો કથાની વાત છે,
મારૂ જવું ને એમનું ચાલ્યાં જવું છોડી સભા,
આ એમના વહેવારમાં મારી સજાની વાત છે.
એની નજરની ઔષધી સાજા થવા ચાહી હતી,
વૈદો કશું સમજ્યાં નહીં,કેવી દવાની વાત છે ?
સાહિત્યનાં સ્વામી બધા, ચર્ચા ગઝલની જો કરે;
એનો વિષય બસ એક છે,
ગાગાલગાની વાત છે.
મોઘમ ઇશારા પ્રેમના સમજો અને આગળ વધો,
આંખો ઝૂકે,હોઠો હસે,છાની રજાની વાત છે.
આ 'રાજ'ને ભાવકજનો શાયર મજાનો માનશે,
કેવી અનોખી રીતથી કરતો કલાની વાત છે.

----રાજ
રાજેન્દ્ર મહેરા,

No comments:

Post a Comment