Wednesday, 28 December 2016

ગઝલ

પ્રથમ તો કબીરા સમા મસ્ત થાશું,
પછી શબ્દ રૂપે અભિવ્યક્ત થાશું.

ચલો એમ સમજીને ટેકો કરીશું,
દીવાલો છીએ એક દિ' ધ્વસ્ત થાશું.

હવે એમ લાગે છે તૂટી જવાશે,
જો આથી વધારે હવે સખ્ત થાશું.

થયા મુક્ત દુઃખના બધા દુઃખથી એમ જ,
હવે લક્ષ્ય છે સુખથી પણ ત્રસ્ત થાશું.

છળી લેશું ખુદને અણીના સમય પર,
અમે આમ ઈશ્વર કોઈ વક્ત થાશું.

હજી ક્યાં 'જિગર' સૂર્ય મધ્યાહને છે ?
હજી તો ઘણું ઝળહળી અસ્ત થાશું.

-જિગર ફરાદીવાલા
( સ્પર્ધા માટે કૃતિ )

No comments:

Post a Comment