*અવકાશે તરું છું હું*
ભીતરમાં યાદની છે આગ, જો બળતી મરું છું હું,
સઘળુ ભૂલી જવાનાં પ્રયત્ન પણ કરતી રહું છું હું.
સહનશક્તિ ન મુજમાં કે પ્રહારોને સહન કરું હું,
તમે જાઓ ભૂલી મુજને!, બધું સાચું કહું છું હું.
બતાવ્યો ચાંદ દીધો ના, કરી તે ખાલી વાતો બસ!!!
લઈ ને ચાંદ ખુદ ફરતા બખીયાઓ ભરું છું હું.
વિચારું છું કે તું મુજને હજી કાં' ના સમજતો રે,
વિચારી મૂંઝવણ મનથી ભિતર હિબકે ચડું છું હું.
પવન સંગે થતાં દોસ્તી, ગગન પાસે પહોંચી 'તૃપ્ત',
પધારો આવકારું છું, જો અવકાશે તરું છું હું.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
No comments:
Post a Comment