દિલમાં એની યાદ આવે ત્યારે ગઝલ લખું છું ,
એક અનેરો ઉન્માદ આવે ત્યારે ગઝલ લખું છું ,
આકાશ માં હોય ભલે અસંખ્ય તારલા ની વણઝાર
મને ગમતો ચાંદ આવે ત્યારે ગઝલ લખું છું ,
નથી ગમતી આ દુનિયા ની મન-ઘડત વાતો
એનો મીઠો સાદ આવે ત્યારે ગઝલ લખું છું ,
લખવા ખાતર તો ઘણીય લખાય છે લઝમ ,પણ
ગઝલમાં એની દાદ આવે ત્યારે ગઝલ લખું છું ,
બાગ-બગીચા માં કરે પંખીઓ મિઠા ગીત ગુંજન
"જીગર "નામનો નાદ આવે ત્યારે ગઝલ લખું છું ,
_ભુપેન (જીગર)
No comments:
Post a Comment