સાંભળ,
તું મને પાગલ કહે છે ને!
હા,હું પાગલ છું ...
બિલકુલ પાગલ ..
પણ,
ના, તારા બાહ્ય દેખાવની પાગલ નથી,
એ તો સમય સાથે કરમાઇ જવાનું છે..
ના તારા સ્ટેટસની પાગલ
કારણ કે,
કેટલાય સિકંદરોને ખાલી હાથ જવું પડ્યું છે..
નહીં તારી લોકપ્રિયતાની પાગલ,
કારણ કે હું જાણું છું કે સૂર્યને પણ આથમવું પડતું હોય છે..
પણ હું પાગલ છું ....
તારા શબ્દોની ...
તારી વાણીની કાયલ છું ..
તારું આંતરિક સત્વ મને આકર્ષે છે ..
અવિરત પણે...
ને હું ખેંચાતી આવું છું
તારી તરફ
જેમ નદી વહેતી જાય સમુદ્ર તરફ..
ને ધીમે ધીમે સમાતી જાઉં છું તારામાં
ને પછી
તું ઉજાગર થાય છે મારામાં,
ફૂટે છે મારા રોમે રોમમાં
પ્રેમ બનીને...
મહેક્વા લાગે છે મારા શ્વાસમાં
ધબકવા લાગે છે મારા પ્રત્યેક ધબકારમાં
ને હું તું-મયી થઈ જાઉં છું ...
એકાકાર થઈ જાઉં છું ..
બની જાઉં છું "તારી પાગલ "
Friday, 6 January 2017
અછાંદસ
Labels:
શબનમ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment