જે રાત મે તારાં સપનને જોઇને ગાળી હતી
એ યાદ આવી છે ફરી, મેં જાગતા ભાળી હતી
પૂરો ઉગેલો ચાંદ પૂનમનો ગગનમાં જો ધવલ,
મારાં નસીબે કાળજે, એ રાત પણ કાળી હતી
વરસી રહ્યો વરસાદ બેસુમાર, અનરાધાર તો,
રાખી અલગ મેં જાતને ભીંજ્યા વગર બાળી હતી
ના બોલશે એ, મૌન પણ અઘરું ઘણું ,એવું અકળ
વાતો બધી તેથી ઝગડવાની મેં પણ ટાળી હતી
લઇ પાન પીળું, સાચવી રાખું જતનથી છાંયડે,
એ પાનખરની બીક, મેં સંબંધમાં ઢાળી હતી
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment