Monday, 30 January 2017

ગઝલ

જાત માથે ભરોસો મૂકો.
શક બધો દૂર કોસો મૂકો.

વ્યાજ ભરવાની સ્થિતિ નથી.
દંડ સાહેબ ઓછો મૂકો.

વૃદ્ધને  બાળ સમજી અને
રોજ ખોરાક પોચો મૂકો.

સરહદે જે લડે છે જવાન
એમને સલામ સો–સો મૂકો.

જીવ ઘૂંટાય વિના ગઝલ
જેમ ગરદન દબોચો-મૂકો.
   --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment