*ફરક ફરફ ફરકડી*
ફરક ફરક ફરકડી લઈને રમતી હું ,
ઊભી શેરીએ વાંકી ચૂંકી દોડતી હું .
લંગડી,થાપો,ખોખો એવી રમતો રોજ રમતી હું ,
સાથે પાંચ પાંચીકા પણ ગજવામાં લઈને ફરતી હું.
વાડીએ મારી બા સાથે હોંશેહોંશે જાતી હું ,
બોરને કાતરા વીણીને ગજવામાં ભરતી હું .
વડલાની વડવાઈએ હિંચકા ગાતી હું ,
સાથે રાતારાતા ટેટા પણ ખાતી હું .
ઢીંગલા,ઢીંગલીની તો વાત જ ના પૂછો...,
ઢીંગલીના લગન કરીને સાસરે વળાવતી હું.
ચૂલો,તાવડી મજાના માટીનાં બનાવતી હું ,
આમ ઘર ઘર પણ કેવી મોજથી રમતી હું .
રમતાં રમતાં કયારે મોટી થઈ ગઈ હું ,
પારકી થઈ તો .....
મારી બા ની આંખેથી વાદળી થઈને વરસી હું .
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment