આંખ સામે આઈનો ફરતો રહે.
તો,પછી આ માનવી ડરતો રહે.
ખૂબ ઓછા લોક પાસે છે,નિષ્ઠા
પારકાઓ કાજ જે લડતો રહે.
સાંજ પડતા,લાલ થઈ જાતો રવિ
માંગ નભની રોજ એ ભરતો રહે.
આશ બીજાની પુરી કરવા લગી,
એક તારો રોજ બસ ખરતો રહે.
છે,ખબર કે આગ નો દરિયો છે આ
આવ મારી સાથ ને તરતો રહે.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment