ચોક વચ્ચે જાળી હતી.
આજ સૂની ભાળી હતી.
રાહ જોતી સંદેશની,
રાત ડૂસ્કે ગાળી હતી.
અંતરેથી ઉઠતી ચિસે,
દિસતી ખુબ કાળી હતી.
વાર સ્હેતી એ પ્રકૃતિના,
હુમલાને ખાળી હતી.
આંખમાં આંજી સપનને,
ખુદ હૃદયને વાળી હતી.
ગામની થઇ ઓળખ નવી,
એ જ રગને બાળી હતી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment