Thursday, 30 March 2017

ગઝલ

પ્રમાણિકતાને મારી એ રીતે કોઈ પડાવી જાય
મવાલી જેમ મોટા ઘરની દીકરીને ભગાડી જાય

ભલે હસતા ચહેરા સાથ હું ઘરમાં પ્રવેશું પણ
દિવાલોની નજર મારા છુપા આઘાત જાણી જાય

ખરેખર મોતના બાપાનું અહિયાં રાજ ચાલે છે !
તમારી આંખની સામે તમારો જીવ કાઢી જાય

ભલે એ કોઈના આવી જવાથી ના જીતે સર્વસ્વ
છતાં ચાલ્યાં જવાથી કોઈના, સર્વસ્વ હારી જાય !

હતા એવા ઘણાં આંસુ અહીંયા વિઘ્ન સંતોષી !
સુકવવાને મૂકેલી હૂંફની ચાદર પલાળી જાય

-ભાવેશભાઇ ભટ્ટ

No comments:

Post a Comment