ના ભીંત કે સળિયા અહીં બસ એ જ જાણે ભેદ છે
તો પણ જુઓ માણસ અહીંયાં લાગતો કે કેદ છે
પાંખો વિના પણ આભમાં વિહરી શકે એ હેમ છે
ને પગ છતાં ચાલે નહી બસ એ જ દિલને ખેદ છે
વધતું નથી કૈં શેષ બસ આ દાખલાની બાદમાં
આ મોત સામે જિંદગીનો આવતો જો છેદ છે
કોના ચરણની ઠેસ એને આમ વાગી છે ભલા!!
લાગે યુગોથી ઘૂમતી આ ભોમ જાણે ગેંદ છે
જો વિશ્વભરનું ગ્યાન રાખોછો ભલા તો શું થયું!!
પણ મન જુઓ "રોશન" તણું તો અટપટો કો વેદ છે
"રોશન" કિરણ જોગીદાસ
No comments:
Post a Comment